Follow Us:
Call Us: +91 94272 10483
March 18, 2026

જામનગરની સર્વોદય કંપનીને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ–“Make in India” હેઠળ એવોર્ડથી સન્માનિત

તા. 11 માર્ચ, 2026 ના રોજ રાયપુર, છત્તીસગઢ ખાતે આયોજિત Iconeq 2026 – Mining & Construction Expo 2.0 પ્રદર્શન દરમિયાન જામનગરની જાણીતી અને પ્રતિષ્ઠિત કંપની સર્વોદય પ્લાન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ લિમિટેડ એ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

5a5cdb89 ecd0 4e67 be80 fd7d98629824 1 1024x679 1

સર્વોદય કંપની દ્વારા “Make in India” અભિયાન અંતર્ગત ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કીડ માઉન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવ્યું છે, જે પરંપરાગત ડીઝલ ચલિત એક્સ્કેવેટર (Earth Moving Machine) ને ડીઝલ ઉપરાંત ઇલેક્ટ્રિક કેબલ દ્વારા પણ કાર્યક્ષમ રીતે ચલાવી શકે છે. આ નવીન ટેક્નોલોજી ઉદ્યોગ માટે એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ રહી છે, જે ઇંધણ ખર્ચ ઘટાડવા, પ્રદૂષણ ઓછું કરવા અને કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ છે.

આ અનોખા અને નવીન ઇલેક્ટ્રિક સ્કીડ માઉન્ટ સિસ્ટમને રાયપુર ખાતે યોજાયેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જ્યાં તેને વિશાળ પ્રતિસાદ મળ્યો હતો.

આ પ્રસંગે સર્વોદય પ્લાન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ લિમિટેડના પ્રતિનિધિ શ્રીસંજયભાઈ ઇશ્વરભાઇ મસૂરિયાને “Make in India” કેટેગરી હેઠળ વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સિદ્ધિ માત્ર સર્વોદય કંપની માટે જ નહીં પરંતુ જામનગર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. કંપની સતત નવીનતા અને દેશના ઔદ્યોગિક વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે.


Excavator Loader – Earth Movers Network ⚙️🌍🚜 2 1 300x300 1
electric excavator 2026 2 200x300 1



📞 Contact Us – Electrify Your Excavator & Loader

🏢 Servoday Plants & Equipments Limited
📍 Jamnagar, Gujarat, India

📞 Phone: +91 9427210483 | +91 9427210484
📧 Email: [email protected]
🌐 Website: www.ElectricExcavator.in

👤 Contact Person: Sanjay Masuria
📲 WhatsApp: +91 9427210483

Switch to Electric Power – Reduce Fuel Costs, Zero Emission, Maximum Savings

Strength, Precision, Reliability – Elevate Your Port Operations

genuinely serving since 1969. 🚀🔥